Recipe રેસીપી

કિવી-મેલન સ્મુધી
સામગ્રી
એક કપ તરબુચના ટુકડા
1 કપ કિવીના ટુકડા
1 કપ દુધ
¼ કપ પામી
1 ચમચો ખાંડ
½ કપ આઈસ ક્યુબ્સ
રીત
તરબુચ, કિવી, ખાંડ અને પાણીને એક સાથે મિક્સરમાં બ્લેન્ડ કરી લો. તેમાં આઈસ ક્યુબ્સ અને દુધ ઉમેરીને ફરી બ્લેન્ડ કરી લો. હવે એક ગ્લાસમાં સ્મુધી કાઢી તેને કિવીની સ્લાઈસથી ગાર્નિશ કરીને સર્વ કરો.
 ------------------------------------------------------------------------------------------------

મેંગો સ્મુધી
સામગ્રી
1 કપ કેરીના ટુકડા
½ કપ દહીં
1 ચમચી ફ્લેવર્ડ શરબત સીરપ
½ કપ બરફનું છીણ
2 ચમચા મધ
2 ચપટી તજનો પાઉડર

રીત
સ્મુધી સર્વ કરતા પહેલા શરબતના સીરપને ગ્લાસ મા ઈચ્છા મુજબ ફેલાવીને ફ્રિઝરમાં મુકી દો. હવે કેરીના ટુકડા, દહીં, મધ અને તજનો પાઉડર મિક્સરમાં એક સાથે બ્લેન્ડ કરી લો. પછી તેમાં બરફનું છીણ મિક્સ કરી લો. આ સ્મુધીને ફ્રિઝરમાં રાખેલા ગ્લાસમાં રેડી ઉપરથી તજનો ભુકો ભભરાવી સર્વ કરો.
 ------------------------------------------------------------------------------------------------------------
સ્ટ્રોબેરી સ્મુધી
સામગ્રી
4 સમારેલી સ્ટ્રોબેરી
1 કપ ઠંડુ દહી
½ કપ દુધ
1 ચમચો ખઆંડ
1 ચમચો બરફનું છીણ
ગાર્નિશ માટે
સ્ટ્રોબેરી સ્લાઈસ

રીત
સ્ટ્રોબેરી, દહીં, દૂધ અને ખાંડને એક સાથે મિક્સ કરીને બ્લેન્ડ કરી લો. ગ્લાસમાં બરફનું છીણ લઈ ઉપરથી સ્મુધીનું મિશ્રણ રેડો અને સ્ટ્રોબેરીની સ્લાઈસથી સજાવીને સર્વ કરો.